આર્જેન્ટિનામાં એક વિશાળકાય ડાયનાસોરના જીવાશ્મિ મળી આવ્યા છે. જે નવ કરોડ વર્ષ જૂના હોવાનુ મનાઈ રહ્યુ છે. આ ડાયનાસોરની લંબાઈ 98 ફૂટ જેટલી હતી અને વૈજ્ઞાનિકોએ હવે તેનુ નામ ભગવાન શિવ પરથી 'બસ્ટિંગોરીટિટન' શિવ રાખ્યુ છે. વૈજ્ઞાનિકો જીવાશ્મિના આધારે તેનો એક વિડિયો અને ફોટોગ્રાફ તૈયાર કરવા માટે આર્ટિસ્ટોની એક ટીમને મદદ કરી રહ્યા છે. આર્જેન્ટિનાની એક જર્નલમાં તેને લગતુ રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યુ છે. વૈજ્ઞાનિકોની ટીમે તેમાં ઉલ્લેખ કર્યો છે કે, 'આ ડાયનાસોરનુ વજન 74 ટન હતુ.
જોકે તે અત્યાર સુધીમાં જેટલા ડાયનાસોર શોધાયા છે તેમાં સૌથી વિરાટ ધરાવતો ડાયનાસોર નથી.' ટીમના પ્રમુખ વૈજ્ઞાનિક મારિયા એથિઝ સાઈમને કહ્યુ હતુ કે, 'દક્ષિણી અમેરિકાના ઉત્તરી પેટાગોનિયા વિસ્તારમાંથી શિવના જીવાશ્મિ મળ્યા હતા. તેનો આકાર જોતા લાગે છે કે તે 55 ટનથી વધારે વજન ધરાવતી ડાયનાસોરની પ્રજાતિ મેગાટિટાનોસોર ટાઈટાનોસોર કરતા અલગ હતા અને અલગ રીતે તેમનો વિકાસ થયો હતો. બસ્ટિંગોરીટિટન શિવ સોરોપોટ પ્રકારની કેટેગરીમાં આવે છે.
પેટાગોનિયા વિસ્તારમાં હજી પણ ઘણી બધી ચીજો એવી છે જેની જાણકારી મળવાની બાકી છે અને આ વિસ્તારમાં ડાયનાસોરને લગતા સંશોધન માટે હજી પણ ઘણી તકો રહેલી છે.' મારિયા એથિઝ સાઈમને રિસર્ચ પેપરમાં લખ્યુ છે કે, '2000ની સાલમાં પહેલી વખત એક ખેડૂતને આ વિશાળ કાય ડાયનાસોરના અવશેષો મળ્યા હતા. અમારી ટીમે આ જગ્યા પર 2001થી ખોદકામ શરુ કર્યુ હતુ. અમારુ ખોદકામ ઘણા વર્ષો સુધી ચાલ્યુ હતુ. એ પછી નવી પ્રજાતિના ઓછામાં ઓછા ચાર ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. જેમાંથી એક ડાયનાસોરનુ હાડપિંજર લગભગ અકબંધ હતુ અને બીજા ત્રણ ડાયનાસોરના જિવાશ્મિ ટુકડા થયેલી હાલતમાં મળ્યા હતા. આ ડાયનાસોર લગભગ 9 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા હોવાનો અમારો અંદાજ છે.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500