Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને આખરે ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કર્યા

  • September 10, 2023 

કચ્છ-ભુજના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફળવવા સહિતના ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને આખરે ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ચુકાદામાં એ બાબત પણ નોંધી હતી કે, પ્રસ્તુત કેસમાં જે આક્ષેપોને લગતી એફ્આઇઆર નોંધાઇ છે તેના અનુસંધાનમાં હજુ સુધી અરજદાર વિરુધ્ધ કોઇ ખાતાકીય કાર્યવાહી પણ થઇ નથી.




વળી, કહેવાતો ગુનો 18 વર્ષ પહેલાં બનેલો છે અને અરજદાર 2018થી 2023 સુધી ઉપલબ્ધ બની રહ્યા છે ત્યારે તેમને જામીન પર મુકત કરવાની જરૂર છે. પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા 69 વર્ષના વૃધ્ધ સિનિયર સીટીઝન છે, તેમની વિરુધ્ધ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે તે ટ્રાયલના તબક્કે પ્રસ્થાપિત કે પુરવાર કરવાના હોય.



મુંબઇની વેલસ્પન ગ્રુપ ઓફ્ કંપનીઝને કચ્છ-ભુજના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન સસ્તા ભાવે જમીન ફળવી સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા દ્વારા કરાયેલી જામીન અરજીમાં એ મતલબની રજૂઆત કરી હતી કે, પ્રસ્તુત કેસમાં બનાવ છેક 2005ના વર્ષનો છે અને તે અંગેની FIR છેક 18 વર્ષ બાદ નોંધાવવામાં આવેલી છે. આ કેસમાં અરજદાર છેલ્લા છ મહિનાથી જેલમાં છે. કેસની તપાસ પણ હવે પૂરી થઇ ગઇ છે અને તપાસનીશ એજન્સી દ્વારા સક્ષમ કોર્ટમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દેવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application