તૃણમુલ કોંગ્રેસના પૂર્વ નેતા રિયાઝુલ હકે વિવાદ સર્જયો છે. તેમણે પોતાના લગ્નની પહેલી તિથિ પર પત્નીને એકે-૪૭ રાઈફલ ગિફ્ટમાં આપી છે. રિયાઝુલે સોમવારે સોશિયલ મીડિયામાં પત્નીનો રાઈફલ સાથેનો ફોટો મૂકતા આ ઘટના સામે આવી હતી.
એક રિપોર્ટ મુજબ, રિયાઝુલે પત્ની સબીના યાસ્મીનને એકે-૪૭ રાઈફલ ગિફ્ટમાં આપતા હોબાળો થયો છે. રાજ્યની વિપક્ષી પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી અને સીપીઆઈએમના નેતાઓએ તૃણમુલ કોંગ્રેસ પર તાલિબાની માનસિકતાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. રાજ્કીય પાર્ટીઓના વિરોધ બાદ રિયાઝુલે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. મિલેટ્રરી અને પેરામિલિટ્રી ઓપરેશન દરમિયાન એકે-૪૭ રાઈફલોનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. જ્યારે, સોશિયલ મીડિયા પર લોકોએ પૂર્વી ટીએમસી નેતાની પત્નીના હાથમાં હથિયાર જોયું ત્યારબાદ મમતા બેનર્જી સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ હતી. લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે, આ ફોટાથી રિયાઝુલ સાબિત શું કરવા માંગે છે?
સોશિયલ મીડિયા પર હોબાળો થયા બાદ રિયાઝુલે એક નિવેદનમાં જણાવ્યું કે, તેમની પત્ની પાસે રમકડાની ગન હતી. તેમની પાસે અસલી એકે-૪૭ રાઈફલ નહતી. આ સાથે જ પોતે કંઈ પણ ગેરકાનૂની કામ ના કર્યું હોવાનું તેમણે કહ્યું હતું. પૂર્વ ટીએમસી નેતાને ડેપ્યુટી સ્પીકર અને રામપુરહાટના ધારાસભ્ય આશિષ બંધોપાધ્યાયનો નજીકનો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500