Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાપાનનાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલો, છાતીમાં વાગી ગોળી

  • July 08, 2022 

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે પર હુમલાની ઘટના બની છે. શિંજો આબેને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળી વાગવાનાં કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંજો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી. જાપાનીઝ અધિકારીઓના કહેવા પ્રમાણે, શિંઝો આબેને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા તે સમયે તેમના હૃદયના ધબકારા બંધ હતા અને તેમના શ્વાસ પણ નહોતા ચાલી રહ્યા.




શિંજો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા. પરંતુ કેટલાક લોકોએ 2 વખત ગોળી બારનો અવાજ સાંભળ્યો હતો. જોકે પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે.




નારા શહેરનાં રહેવાસી તેત્સુયા યામાગામી પર હુમલો કરવાનો આરોપ છે અને તેની પુછપરછ ચાલી રહી છે. જાપાનમાં રવિવારના રોજ ઉચ્ચ સદનની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને શિંજો આબે તેના માટે કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા તે સમયે જ આ પ્રકારે હુમલો થયો હતો. આ હુમલાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઘટના સ્થળે ભાગદોડ જોવા મળી રહી છે.




શિંજો આબેએ વર્ષ 2000માં વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું. ઘણાં લાંબા સમયથી બીમાર હોવાના કારણે તથા પોતાની તબિયત સારી ન રહેતી હોવાથી તેમણે પદ છોડી દીધું હતું. તેઓ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા નેતા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે અને અનેક પ્રસંગે બંને નેતાઓએ એકબીજાને યાદ કર્યા છે. ભારતે ગત વર્ષે જ શિંજો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application