Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી રમણલાલ વોરાનો ૨૬મી સપ્ટે. રવિવારે જન્મદિવસ

  • September 24, 2021 

કાર્યકરોને' મેં નહીં તું કહી' તેમની સાથે હંમેશા રહેનાર વ્યક્તિત્વ એટલે રમણલાલ વોરા, હ્દય, મન, બુદ્ધિથી જે પ્રમાણિક ભાવ, નિસ્વાર્થ ભાવ, સમર્પણ ભાવ અને સામાન્ય કાર્યકર ને પણ ધ્યાનથી સાંભળીને સમસ્યાના ઉકેલ માટે તુરંત પ્રયત્નો હાથ ધરવાની તેમની કાર્યશૈલી થી આજે પણ નાનામાં નાનો કાર્યકર તેમજ ઇડર પંથકનો સામાન્ય વ્યક્તિ પણ તેમને ઓળખે છે. એવા રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ઇડર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂકેલા રમણલાલ વોરાનો આગામી ૨૬મી ને રવિવારે જન્મદિવસ છે.

 

 

 

 

આ પ્રસંગે તેમની જન્મદિવસની ઉજવણી ઈડર તેમજ વડાલી ખાતે ઉજવવાનું કાર્યકર્તાઓ. તેમજ પંથકના સમાજસેવકો અને શ્રેષ્ઠીઓ એ નક્કી કર્યું છે ઈડર સિવિલ હોસ્પિટલમાં વૈશ્વિક મહામારી મા આ વિસ્તારના કોરોના માં મૃત્યુ પામેલા કમ નસીબો ના આત્મા અને મોક્ષ અને શાંતિ મળે એ માટે પટાંગણમાં એક હવન કરવાનું આયોજન કરવામાં આવી હોવાનું જાણવા મળે છે પરંતુ વડાલી ખાતે પણ કાર્યકરો દ્વારા કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે તેમના જન્મદિવસની ઉજવણી સમર્પણ સેવા દિન તરીકે ઉજવાશે તેમના જન્મદિન નો અવસર વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવશે.

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે ઇડર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે વર્ષો સુધી રહી સેવા આપી લોકોના પ્રશ્નો અને સમસ્યાને વાચા આપી ઇડર તાલુકાના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન તેમનું રહ્યું છે ઉપરાંત ધારા સભ્ય તરીકેની જવાબદારી વહન કરવા સમયે મતવિસ્તાર ઇડર વડાલી તાલુકાના આસપાસના પંથકના લોકોના અનેક જટિલ પ્રશ્નો ના ઉકેલ લાવવામાં તેમનો અગ્ર ફાળો રહ્યો છે  ત્યારે કાર્યકરોની લાગણીને માન આપીને તથા ભાવનાથી પ્રેરાઈને તેમના જન્મદિવસની ઉજવણી સમયે દિવસભર તેઓ હાજરી આપવા સંમતિ દર્શાવતા જન્મદિવસની ઉજવણી પહેલા હરખની હેલી મંડાઈ હોવાનું જાણવા મળે છે.

 

તેમના જન્મદિવસની રવિભાઈ પટેલ "તાપી મિત્ર" અખબાર દ્વારા શુભકામનાઓ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application