Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિહારનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીનું નિધન

  • May 15, 2024 

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. સુશીલ મોદી બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. સુશીલ કુમાર મોદીએ3 એપ્રિલે પોતાની સોશિયલમીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "હું છેલ્લા 6 મહિનાથી કેન્સર સામે લડી રહ્યો છું. હવે મને લાગ્યું કે લોકોને કહેવાનો સમય આવી ગયો છે. હું લોકસભા ચૂંટણીમાં કંઈ કરી શકીશ નહીં. પીએમને બધુ જ જણાવી દીધુ છે.  દેશ, બિહાર અને પાર્ટીનો સદા આભાર અને સદૈવ સમર્પિત. સુશીલ કુમાર મોદી 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએX પર પોસ્ટ કરીને તેમના નિધનની જાણકારી આપી અને શોક પણ વ્યક્ત કર્યો.


તેમણે લખ્યું, 'બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાસાંસદ શ્રી સુશીલ કુમાર મોદીને તેમના નિધન પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. બિહાર બીજેપી માટે આ એક અપુરતી ખોટ છે. ડેપ્યુટી સીએમ વિજય કુમાર સિન્હાએ પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે અને સોશિયલમીડિયા પર તેમણે લખ્યું આ સમગ્ર ભાજપ સંગઠન પરિવાર તેમજ મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓ માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. તેમની સંસ્થાકીય કુશળતા, વહીવટી સમજ અને સામાજિક-રાજકીય વિષયો પરના તેમના ઊંડા જ્ઞાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. ઈશ્વર દિવંગત આત્માને  શાંતિ આપે. ભાજપ નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, અમારા નેતા, મિત્ર, મોટા ભાઈ, આદરણીય સુશીલ કુમાર મોદીજી હવે આ દુનિયામાં નથી. ભાજપ પરિવારના આપણા બધા સભ્યો માટે આનાથી મોટું દુ:ખ અને દર્દ બીજું કોઈ ન હોઈ શકે. તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application