આંધ્રપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા. તેમણે આ વર્ષે 12 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રેડ્ડીનાં રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અને લોકસભાના સભ્ય મણિકમ ટાગોરે કહ્યું હતું કે, જેમણે પાર્ટી પાસેથી બધું મેળવ્યું અને આંધ્રપ્રદેશ કોંગ્રેસનો નાશ કર્યો તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
રેડ્ડી અવિભાજિત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્યમંત્રી હતા. તેમણે 11 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંબોધિત પત્રમાં લખ્યું હતું કે, કૃપા કરીને આ પત્રને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી મારા રાજીનામા તરીકે સ્વીકાર કરો. રેડ્ડીએ અગાઉ 2014માં તત્કાલીન સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારના આંધ્રપ્રદેશનું વિભાજન કરીને તેલંગાણા બનાવવાના નિર્ણય પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાની રાજકીય પાર્ટી જય સામૈક્ય આંધ્ર પાર્ટી બનાવી પરંતુ 2018માં કોંગ્રેસમાં ફરી એકવાર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application