Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી, ભ્રષ્ટાચાર મામલે CIDએ કાર્યવાહી હાથ ધરી

  • September 09, 2023 

તેલુગુ દેશમ પાર્ટીના ચીફ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. આ વાતની જાણકારી ટીડીપીએ આપી હતી. ભ્રષ્ટાચાર મામલે CIDએ સવારે નાયડુ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. નાયડૂની વિરુદ્ધ વર્ષ 2021માં કેસ નોંધવામાં આવ્યો હતો. નાયડૂની આ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ થયા બાદ કરવામાં આવી હતી. નાયડૂની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે એક કાર્યક્રમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. તેમની ધરપકડ કરવા માટે નાંદયાલ રેન્જના ડીઆઈજી રઘુરામ રેડ્ડી અને CIDના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડૂના દિકરા અને ટીડીપી નેતા નારા લોકેશની પણ પોલીસે અટકાયત કરી છે.



ટીડીપીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકેશનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે પોલીસે તેમને લોકેશ અને ચંદ્રબાબુને મળવાથી રોકી લીધા છે. ચંદ્રબાબુને મેડિકલ તપાસ માટે નંદ્યાલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, જોકે તેમણે ત્યા જવાની ના પાડી દેતા તેમની મેડિકલ તપાસ કેમ્પમાં જ કરવામાં આવી હતી. આજે ચંદ્રબાબુને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પુર્વ મુખ્યમત્રી ચંદ્રબાબુ નાયડૂને આંધ્રપ્રદેશ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં તેના પર કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ છે. સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટની સ્થાપના વર્ષ 2016માં TDP સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનોને તેમની રોજગાર ક્ષમતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ આપીને સશક્ત બનાવવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application