તાપી જિલ્લામાં ખેરના લાકડા ચોરો ફરી શક્રિય બન્યા છે,કિંમતી વૃક્ષોનું નિકંદન કરી જિલ્લામાં તેમજ જિલ્લા બહાર બેખોફ સપ્લાય કરી રહ્યા છે, ત્યારે વન વિભાગ જાણે સબ સલામત હોય તેમ ઊંઘ માણતી હોવાની પ્રતીતિ થઇ રહી છે, જોકે વનવિભાગની કામગીરી વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ કરી બતાવી છે,ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો, જોકે હંમેશાની ટેમ્પો ચાલક અને તેની સાથે બાજુમાં બેસેલ શખ્સ નાશી છુટ્યા હતો.
મળતી માહિતી મુજબ વાલોડના બુહારી સર્કલ ચાર રસ્તા પાસે પોલીસ સ્ટાફના માણસો ગતરોજ વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અંધાત્રી ગામ તરફથી પુર ઝડપે આવતા એક પીકઅપ ટેમ્પોને ઉભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જોકે તે ટેમ્પોના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પૂર ઝડપે હંકારી લઇ જઈ તળાવ પાસે બિન વારસી હાલતમાં ટેમ્પો મૂકી ટેમ્પો ચાલક અને તેની સાથે બાજુમાં બેસેલ શખ્સ નાશી છુટ્યા હતો.
પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા પિકઅપ ગાડી નંબર જીજે /૧૬/એક્ષ/૧૨૦૧ માં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ગુજરાત સરકારે અનામત જાહેર કરેલ ખેરના લાકડા પાસ પરમીટ વગર કાપી શકાય નહીં કે વેચી શકાય નહીં તેવો કાયદો હોવા છતાં પાસ પરમીટ વગર ખેર ના લાકડાના ટુકડા કુલ નંગ-૩૦ જેની આશરે કિંમત રૂ.૩૪,૫૬૦/- હોય તેમજ ટેમ્પાની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- હોય એમ કુલ કિં.રૂ.૧,૩૪,૫૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500