Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના વાંદરદેવી ગામે ફોરેસ્ટ વિભાગના દરોડા, ખેરના ૫૭ લાકડા કબજે કરાયા

  • March 26, 2023 

વ્યારા તાલુકામાં ખેરની તસ્કરી કરતા લાકડા ચોરોને પકડવા ફોરેસ્ટ વિભાગે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી બાલપુર રાઉન્ડના ધંતુરી બીટમાં વાંદરદેવી ગામે ખેરના લાકડા કટિંગ કરી ટેમ્પોમાં ભરવામાં આવી રહેલો ખેરનો મોટો જથ્થો બાલપુર રાઉન્ડના સ્ટાફે ઝડપી લીધો હતો.


મળતી માહિતી મુજબ ડીસીએફ શ્રીનય્યર સાહેબની સુચના અને આરએફઓ અનીલભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાલપુર રાઉન્ડના સ્ટાફે મોડીરાત્રે વ્યારા તાલુકાના બાલપુર રાઉન્ડના ધંતુરી બીટમાં વાંદરદેવી ગામના સ્મશાન નજીકથી લાખો રૂપિયાનો ગેરકાયદેસર ખેરનો જથ્થો બાતમીના આધારે ઝડપી લીધો હતો.



બાલપુર રાઉન્ડના સ્ટાફે વાંદરદેવી ગામના સ્મશાન નજીકથી લાકડા ચોરો ખેરના લાકડા ટેમ્પોમાં ભરી રહ્યા હતા તે દરમિયાન ફોરેસ્ટ વિભાગે દરોડા પાડી ખેરના અંદાજે ૫૭ લાકડા ઝડપી પાડ્યા હતા. જોકે ફોરેસ્ટના અધિકારીઓને જોઈ લાકડા ચોરો નાશી છુટ્યા હતા. આ બનાવમાં ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી પકડાયેલા ટેમ્પો અને ખેરના લાકડા સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application