સુરત એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃતી શોધી કાઢવા બાબતે નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘એક સફેદ કલરની મારૂતી વેગેનાર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને કામરેજ તરફ જનાર છે. જે ચોક્ક્સ બાતમીનાં આધારે નેશનલ હાઈવે ઉપર વોચમાં ઉભા રહેલ.
તે દરમિયાન બાતમીવાળો એક મારૂતી વેગેનાર નંબર MH/48/AC0882 નાનો નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પસાર થતા તેને ઉભા રાખાવતા તે ઉભો રહેલ નહી જેથી તેનો પીછો કરતા તેઓ ઉભેળ ગામે આવેલ ઓવર બ્રીજ પાસે રોડની સાઇડમાં વેગેનર મુકી નાશી ગયો હતો જેથી વેગેનાર ગાડી માથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂના વ્હીસ્કી બોટલ નંગ-72 જેની કિંમત રૂપિયા 50,400/- તેમજ કાર મળી કુલ રૂપિયા 2,00,400/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસની રેઈડ દરમિયાન નાશી ગયેલ કારનો ચાલકને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500