Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરબાડાના અભલોડ ગામે પાણીની ટેન્કરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો

  • March 05, 2025 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે પાણીની ટેન્કરમાંથી વિદેશી દારૂ અને બીયરની  હેરાફેરી કરતો કિશોર વયનો સગીર ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગુજરાતનો આ પ્રથમ બનાવ હશે જેમાં દારૂની હેરાફેરીમાં બાળ બુટલેગર સામેલ હોય. પોલીસે રૂ.૩,૨૧,૩૬૦/-ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને ટેન્કર મળી કુલ રૂ.૮,૨૬,૩૬૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા ટેન્કર ચાલક બાળ કિશોરની અટકાયત કરીને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે.


ગત તારીખ ૩ માર્ચના રોજ પોલીસે  બાતમીના આધારે અભલોડ ગામે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે સર્વે મેદાન પાસે રોડ ઉપર એક પાણીનું ટેન્કર લઈ એક બાળ કિશોર પસાર થઈ રહ્યો હતો. પોલીસને શંકા જતાં  બાળ કિશોરને પાણીના ટેન્કર સાથે ઉભો રાખ્યો હતો. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પૂછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે પાણીના ટેન્કરની તલાસી હાથ ધરી હતી.


પોલીસે પાણીના ટેન્કરમાંથી વિદેશી દારૂ અને બીયરનો રૂ.૩,૨૧,૩૬૦/-નો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂની હેરાફેરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરીની પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરતાં દારૂ ભરેલ ટેન્કરનું પાયલોટિંગ મોપેડ લઇને કેશનભાઈ ઉર્ફે કિશનભાઈ નગજીભાઈ ભાભોર (રહે.છરછોડા, વેડ ફળિયું,તા.ગરબાડા, જિ.દાહોદ) કરતો હતો અને તેણે મધ્યપ્રદેશથી દારૂ ભરાવી આપ્યો હતો એવી માહિતી મળી હતી આ સંબંધે જેસાવાડા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application