વ્યારાના બોરખડી પાસેથી સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે દરોડા પાડી દારૂનો જથ્થો સપ્લાય કરવા આવેલ કન્ટેનરને ઝડપી પાડી રૂપિયા ૧૦.૦૬ લાખનો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો છે.આ સાથે બોરખડીના વિમલ ચૌધરીને ઝડપી પાડી તથા બુટલેગર કિરણ અને મુન્ના સહિત કુલ ૧૮ જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ને મળેલ બાતમીના આધારે વ્યારા તાલુકાના બોરખડીમાંથી રાજસ્થાન પાર્સીંગનું કન્ટેનર નંબર આરજે/ ૧૪/જીપી/૬૮૯૦ ઝડપી પાડી તપાસ કરતા કન્ટેનરમાંથી જુદીજુદી બ્રાંડનો ઈંગ્લીશદારૂની કુલ બાટલીઓ નંગ ૮૯૦૮ જેની કિંમત રૂપિયા ૧૦,૦૬,૧૮૦/-નો પ્રોહી મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કિરણભાઈ ઉર્ફે કિરણ બોરખડી વિદેશી દારૂ કન્ટેનરમાં ભરી મંગાવી તેના મળતીયા માણસો સાથે વ્યારા તાલુકાના બોરખડી ગામમાં ભાટી પડવામાં આવેલ ખુલ્લી આવવરુ જગ્યામાં કન્ટેનરમાંથી દારૂ કાર્ટિંગ કરનાર હોવાની પાકી બાતમીના આધારે ગત તા.૧૪મી જુન નારોજ દરોડા પાડી ઝડપી પાડ્યા હતા.દારૂના આ વેપલા સાથે સંકળાયેલ અને હિસાબની દેખરેખ રાખનાર વિમલ સન્મુખભાઈ ચૌધરી રહે બોરખડીની અટકાત કરી હતી જ્યારે મુખ્ય લીસ્ટેડ બુટલેગર કિરણ મણિલાલ રહે.બોરખડીની પણ અટક કરી હતી તથા મુકેશ ઉર્ફે મુન્નો અશ્વિનભાઈ ગામીત તથા દારૂના ભાગીદાર સોહમ ઉર્ફે સની કિશોર પટેલ, દારૂ મંગાવનાર ગ્રાહકો વિજય ફ્રુટ વિજય સાયણ,મનીષ મારવાડી, હેમંત,પિંકલ,રાતું પાંડુ,ભવાની ડીએનએ, જીતચૌધરી તથા ટ્રક કન્ટેનરના ચાલક-માલિક દારૂ મોકલનાર સહિત નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલએ પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ-૩ કિંમત રૂ.૬,૫૦૦/- તેમજ રોકડ રૂપિયા ૨,૯૨૦/- તથા ત્રણ વાહનો પૈકી સ્વીફ્ટ કાર નંબર જીજે/૧૯/એફ/૫૦૦૨, એકટીવા મોપેડ નંબર જીજે/૨૬/પી/૭૮૯૫ તેમજ કન્ટેનર મળી કુલ રૂપિયા ૨૮,૪૦,૬૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500