Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી કંપનીઓએ તારીખ 1 ઓક્ટોબરથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમોનું પાલન કરવું પડશે

  • September 29, 2023 

ભારતીય યુઝર્સને મોટા પાયે ડિજિટલ સેવાઓ પૂરી પાડતી નેટફ્લિક્સ, સ્પોટિફાઈ, હોટસ્ટાર જેવી વિદેશી કંપનીઓએ ૧ ઓક્ટોબરથી કડક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમોનું પાલન કરવું પડશે. આ કંપનીઓએ તેમની સેવાઓના હેતુને ધ્યાનમાં લીધા વિના 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આ નિર્ણય ફેસબૂક, ગૂગલ, એક્સ(જુનું નામ ટ્વિટર) સહિતની એડટેક કંપનીઓ પર પણ ટેક્સ વસૂલશે. અત્યાર સુધી અનરજિસ્ટર્ડ જીએસટી હેઠળ, કેન્દ્ર-રાજ્ય સરકારો અને સામાન્ય જનતા જેવા ગ્રાહકોને બિન-વ્યવસાયિક હેતુઓ માટે સેવાઓ પ્રદાન કરવા માટે વિદેશી કંપનીઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ આ સંબંધમાં નવા નિયમોને નોટિફાઈ કર્યા છે.



તે અનુસાર હવે ઓનલાઈન માહિતી અને ડેટાબેઝ અને રીટ્રાઈવલ સેવાઓ (OIDAR) માટે કોઈ કર મુક્તિ નહીં હોય. આવી સર્વિસિસ પર પણ 1 ઓક્ટોબરથી ટેક્સ ભરવો પડશે. આ સાથે સીબીઆઈસીએ દરિયાઈ નૂર દ્વારા આયાત કરવામાં આવતા માલ પર 5 ટકા ઈન્ટિગ્રેટેડ જીએસટીમાંથી મુક્તિની સ્પષ્ટતા કરી છે. ટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવી કંપનીઓ જે ચેનલ પાર્ટનર્સ દ્વારા સર્વિસિસ વેચે છે તે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા નથી કારણ કે જીએસટી હેઠળ નોંધાયેલા ન હોય તેવા ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવા માટે જીએસટી ચૂકવવો આવશ્યક નથી પરંતુ એકવાર OIDARના નિયમો સૂચિત થઈ ગયા પછી સર્વિસિસના તમામ આવકના સ્ત્રોતો જીએસટીના દાયરામાં આવશે અને ડિજિટલ સેક્ટરમાં અનુપાલનની છટકબારીઓ દૂર થઈ જશે.



અધિકારીએ જણાવ્યું કે ઓનલાઈન એજ્યુકેશન સર્વિસિસ સિવાય ગેમિંગ અને એડવર્ટાઈઝીંગને જેને પહેલા ઓઆઈડીએઆર સેવાઓના દાયરામાં બહાર રાખવાની દલીલ કરવામાં આવી હતી તેઓ હવે આ સર્વિસિસની સુધારેલી વ્યાખ્યાના દાયરામાં આવશે. ઓઆઈડીએઆરનો અવકાશ ક્લાઉડ સર્વિસિસ, ઈ-બુક, એડવર્ટાઈઝમેન્ટ, મૂવી, સંગીત, સોફ્ટવેર, ડેટા સ્ટોરેજ અને ઓનલાઈન/ઈન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઈન ગેમિંગ સેવાઓને આવરી લે છે. કોઈપણ વિદેશી સપ્લાયર, ભારતમાં સીધા અથવા તેના પ્રતિનિધિ દ્વારા ભારતીય યુઝર્સને આવી સેવાઓ પૂરી પાડનાર જીએસટી કાયદા હેઠળ સરળ નોંધણી પ્રક્રિયાને અનુસરવી પડશે. આ સાથે તેમણે સર્વિસિસના બદલામાં ૧૮ ટકાના દરે એકીકૃત જીએસટી ચૂકવવો પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓટીટી પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વગેરે ભારતીય ગ્રાહકો પાસેથી મોટી કમાણી કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application