Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવામાન વિભાગની આગાહી : પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે

  • November 17, 2022 

રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો નીચે આવવા લાગ્યો છે. શહેરમાં 18 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. પહાડો પર હિમવર્ષા શરૂ થયા બાદ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાતોના મતે આ વખતે ઠંડી વધુ પડવાની શક્યતા છે. ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી.



પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે તાપમાનમાં એટલો ઘટાડો થયો ન હતો. નવેમ્બરની શરૂઆતમાં પણ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડી લાગતી હતી પરંતુ હવે એવું નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. કાશ્મીર ખીણમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા અને પવનની દિશા ઉત્તર-પશ્ચિમ થઈ જવાના કારણે આગામી થોડા દિવસોમાં ઠંડીમાં ઝડપથી વધારો થશે.




તેમજ આ વખતે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ રહેવાને કારણે ઠંડી વધુ પડી નથી. આ વખતે નવેમ્બરનાં અંતિમ સપ્તાહથી ઠંડી તેના રંગમાં આવવા લાગશે. ડિસેમ્બરની શરૂઆતમાં તાપમાનનો પારો વધુ નીચે જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હવામાન શુષ્ક રહેશે. પરંતુ આગામી 24 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે અને તેમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર દ્રોણિકાના રૂપમાં છે. જેના કારણે ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application