ભરૂચનાં ઝઘડિયા તાલુકાની એક સગીરાનું આજથી ચારેક મહિના પહેલા લગ્નની લાલચ આપી એક ઇસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે ઘટના અંગે તે સમયે પોલીસમાં ફરિયાદ આવી હતી. તે દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત ભરુચ જિલ્લા એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
જોકે આરોપી સગીરાને લઇને મહેસાણા જિલ્લાના વિજાપુર આસપાસમાં રહેતો હોવાની જાણ થતાં એલસીબીની ટીમે આરોપીને સગીરા સાથે વિજાપુર તાલુકાનાં પોમલ ગામેથી ઝડપી લીધો હતો. આ ગુના અંતર્ગત આરોપી કિશનભાઇ બાલુભાઇ વસાવા (રહે.નાની જાંબોઇ, ઝઘડીયા) નાને ઝડપી લઇને ઝઘડીયા તાલુકાના સંબંધિત પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપ્યો આવ્યો હતો.
જોકે છેલ્લા ચારેક મહિના જેટલા સમયથી આરોપી સગીરાને લઇને અલગ-અલગ સ્થળોએ નાસતો ફરતો હતો અને હાલમાં વિજાપુર તાલુકાના પોમલ ગામે મજુરી કામ કરતો હતો જેની જાણ પોલીસ ટીમને થતાં પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500