પાકિસ્તાનમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં એક હિન્દુ મહિલા ડોક્ટરની ભારે ચર્ચા છે. ડો.સવીરા પરકાશ નામની હિન્દુ યુવતી પીપીપીની ટિકિટ પર ચૂંટણી લડવા જઇ રહી છે. ખૈબર પ્રાંતમાંથી તે ચૂંટણી લડવા જઇ રહી છે. જે માટે તેણે ઉમેદવારી પત્ર પણ ભરી દીધુ છે. ડો.સવીરા પરકાશ પ્રથમ હિન્દુ મહિલા છે કે, જે ખૈબર પ્રાંતના બુનેર બેઠક પર લોકસભાની ચૂંટણી લડવા જઇ રહી છે. પાકિસ્તાનમાં 8 ફેબુ્રઆરી 2024નાં રોજ ચૂંટણી યોજાવા જઇ રહી છે.
સવીરા પરકાશે પીકે-25 જનરલ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. હાલમાં જે આ જિલ્લાની પીપીપી પાર્ટીની જનરલ સેક્રેટરી છે. વર્ષ 2022માં સવીરાએ અબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. સવીરાએ જણાવ્યું હતું કે, મે સરકારી હોસ્પિટલોમાં કામ કર્યું જે દરમિયાન હોસ્પિટલોની દયનીય સ્થિતિ જોઇને મને લાગ્યું કે આ સ્થિતિને બદલવા માટે ચૂંટણી લડવી જરૂરી છે કે, જેથી હું સત્તા મેળવીને કોઇ નિર્ણય લઇ શકું. સવીરા બુનેર જિલ્લામાંથી ચૂંટણી લડનારી પ્રથમ મહિલા છે. તમામ બેઠકો કરતા હાલ આ જિલ્લાની બેઠકની ચર્ચા વધુ જોવા મળી રહી છે. માત્ર 25 વર્ષની વયે તે આ ચૂંટણી લડવા જઇ રહી છે તેથી સૌથી યુવા મહિલા ઉમેદવાર તરીકે પણ તેની ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application