Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માત્ર 200 રુપિયાની લાંચ લેવી ભારે પડી, રજા મંજૂર કરવા માટે આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટરએ કંડકટર પાસે રૂ. 200ની લાંચ માંગી

  • October 20, 2022 

આ અંગે ACB એ આપેલ વિગતો મુજબ રજા મંજૂર કરવા માટે કંડકટર પાસે રૂ. 200ની લાંચ માંગી હતી. અરજદાર લાંચ આપવા માગતો ન હોવાથી ACBની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે ફરિયાદ વલસાડ ACB પાસે આવતા વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટરને રૂ 200ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.




ફરિયાદી વલસાડ જિલ્લાના ધરમપુર એસટી ડેપોમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. તેના ઘરે ધાર્મિક વિધી હોવાથી 2 દિવસની રજા લેવાની હોય જે અંગે ફરીયાદી આરોપીને રૂબરૂમાં મળતા આરોપીએ ફરીયાદી પાસે રજા મંજૂર કરાવી આપવા રૂ.200/- ની લાંચની માંગણી કરી હતી અને ફરીયાદીને કહ્યું હતું કે, રજા અરજીનુ ફોર્મ ભરીને લઇને આવો ત્યારે વ્યવહારના રૂ.200/- લેતા આવજો. જે ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.200/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતો. વલસાડ ACBની ટીમે આરોપી આસીસ્ટન્ટ ટ્રાફીક ઇન્સ્પેક્ટર રમેશકુમાર રાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પર્વ દરમ્યાન જ ACB એ ST વિભાગના લાંચીયા ઇન્સ્પેક્ટરની ધરપકડ કરતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application