Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મહાનગરપાલિકાના ફુડ વિભાગે ઘારીના સેમ્પલ લેવાનું શરૂ કર્યું

  • October 26, 2023 

સુરતમાં નગરપાલિકાએ થોડા દિવસ પહેલા ઘારી બનાવવા માટે ઉપયોગમાં આવતા માવા ના સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘારીનું વેચાણ કરતા વેપારીઓને ઘારીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ચંદની પડવાના દિવસે સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે. ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થનો ઉપયોગ થયો હોવાની ફરિયાદ થઈ રહી છે. આવા સમયે સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગે થોડા દિવસ પહેલા ઘારી બનાવવા માટે ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીઓ જેઓ ઘારીનું વેચાણ કરે છે તેવી દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કોઈ સંસ્થામાંથી લીધેલા નમૂના લેબોરેટરી તપાસમાં નિષ્ફળ જશે તો તે સંસ્થા સામે પાલિકા કાયદાકીય કાર્યવાહી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application