Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયના પગલે ઉમેદવારોએ ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી

  • December 26, 2023 

રાજ્ય સરકારની વીજ કંપની જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરવાના નિર્ણયના પગલે ઉમેદવારોએ શરૂ કરેલા આંદોલન બાદ ગત તારીખ 22 ડિસેમ્બરે જેટકોના એમ.ડી. એ 48 કલાકમાં સમસ્યાનું સમાધાન લાવવાની ખાત્રી આપ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ સમાધાન નહીં આવતા ઉમેદવારો ફરીથી જેટકોની ઓફિસ સામે એકઠા થયા છે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉમેદવારોનું કહેવું છે કે, ગેરરીતિનો આક્ષેપ છે એ પોલ ટેસ્ટ માટે છે પરીક્ષામાં ગેરરીતિ નથી થઈ છતાં જેટકોના એમડી અને અધિકારીઓ ફરી પરીક્ષા લેવાના નિર્ણય પર વળગી રહ્યા છે. જેની સામે અમે એક વિકલ્પ રજૂ કર્યો હતો.



ઉમેદવારો ફરી પોલ ટેસ્ટ આપવા તૈયાર છે પણ લેખિત પરીક્ષા તો કોઈ પણ સંજોગોમાં ફરી નહીં આપે. આ વિકલ્પ કાયદાકીય રીતે શક્ય છે કે નહીં તેની વિચારણા કરવાની એમડી દ્વારા તારીખ 22 ડીસેમ્બરે ખાતરી આપવામાં આવી છે. આ માટે જેટકોના અધિકારીઓએ અમારી પાસે 48 કલાકનો સમય માંગ્યો હતો. 48 કલાકનો સમય તારીખ 24 ડિસેમ્બરે જ પૂરો થઈ ગયો હતો પણ 25 ડીસેમ્બરે નાતાલ હોવાથી અમે આજે અહીં વડોદરા ખાતે જેટકોની ઓફિસ ખાતે આવ્યા છીએ અને એમ.ડી. પાસે ખુલાસો માંગી રહ્યા છીએ કે 48 કલાકની મુદત વીતી ગઈ તમે શું નિરાકરણ લાવ્યા છો. આ પ્રશ્ન એક બે નહીં 5,200 ઉમેદવારોનો છે જો આજે સમસ્યાનું સમાધાન નહીં મળે તો અમે ગાંધીનગરમાં આંદોલન શરૂ કરીશું અને અન્યાય સામે કોર્ટમાં જઈશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application