હિમાચલ પ્રદેશનાં કુલુ અને શિમલામાં ભારે વરસાદને આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10 લોકોનાં મોત થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. શિમલા જિલ્લામાં ઝાકરી ખાતે ફિરોઝપુર શિપકી લા નેશનલ હાઇવે-5 સહિતનાં કેટલાક માર્ગો હજુ પણ બ્લોક છે. અનેક વિસ્તારોમાં વીજ અને પાણી પુરવઠાને પણ અસર થઇ છે. આ દરમિયાન કુલુ વહીવટી તંત્રે નદીઓ પાસે વોટર સ્પોર્ટ અને કેમ્પ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશના હમિરપુર અને જલોન જિલ્લામાં વીજળી પડતા 5 લોકોનાં મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. રથ તેહસીલમાં ત્રણ અને જલોનમાં બે લોકોનાં મોત થયા છે. રાજસ્થાનના બુંદી જિલ્લામાં વીજળી પડવાથી ત્રણ લોકોનાં મોત થયા છે.
જયારે બુંદી જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ વીજળી પડી હતી. રાજસ્થાનના હવામાન વિભાગના પ્રવક્તાના અનુસાર રાજસ્થાનનાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડયો છે. રાજ્યમાં ધીમે ધીમે વરસાદ જામી રહ્યો છે. જયપુરમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંસવાડા, ડુંગરપુર, ઉદયપુર અને ઝાલાવાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો છે.
જોકે સજ્જનગઢ અને બંસવારામાં સૌથી વધુ ૧૦૯ મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બાડમેરમાં 51.5 મિમી વરસાદ નોંધાયો છે. સાતથી દસ જુલાઇ સુધીમાં ભરતપુર, જયપુરસ બિકાનેર અને અજમેર ડિવિઝનમાં પણ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500