સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ,ભરૂચ ના કાંઠે પાણી પ્રવેશ્યા સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદીમાં સતત છોડવામાં આવી રહેલા પાણીના પગલે ભરૂચ,નર્મદા સહિત વડોદરાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પુરની સ્થિતિ નું સર્જન થયું છે,નદીમાં જળ સ્તર વધતા અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના કાંઠા પર વસતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી છે,સતત વધતા જળ સ્તર ના પગલે નદી કાંઠા ના વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે.
ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી સપ્તાહ માં બીજી વાર ભયજનક સપાટી વટાવી ને વહેતી નજરે પડી રહી છે,ભરૂચ ના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની 24 ફૂટ ની ભયજનક સપાટી વટાવી હાલ 28 ફૂટે વહેતી થઇ છે,જે ભયજનક સપાટી કરતા 4 ફૂટ ઉપર વહી રહી છે,નર્મદામાં સપાટી વધતા નદી કાંઠા ના તમામ વિસ્તારો જળબંબાકાળની સ્થિતિમાં ફેરવાયા છે,નર્મદા નદીની જળ સપાટી 28 ફૂટે પહોંચતા શહેર ના ફુરજા વિસ્તારમાં માર્ગ પર પાણી પ્રવેશ્યા છે,તો દાંડીયા બજાર,કસક,નવચોકી ઓવરા,વેજલપુર બહુચરાજી ઓવારા સહિત ના આસપાસના વિસ્તારોમાં પણ પુરના પાણી પ્રવેશવાની શરૂઆત થતા કાંઠે વસતા લોકોની ચિંતામાં વધારો થયો છે,નર્મદા નદીના અંકલેશ્વર કાંઠે પણ નદીની સપાટી વધતા ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે,સરફઉદ્દીન ખાલપીયા,બોરભાઠા બેટ,જુના કાંસિયા, છાપરા પાટિયા,મુલડ અને માંડવા સહિતના વિસ્તારોની સીમમાં આવેલ ખેતરોમાં પૂર ના પાણી પ્રવેશતા ખેતીના ઉભા પાકને ભારે નુકશાની થઈ હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીમાં પુરની સ્થિતિ વચ્ચે નદીના પાણીમાં કેટલાય સ્થળે લોકો ફસાયા હતા જે બાદ હેમખેમ રીતે તમામ ને સુરક્ષિત રીતે બાહર કઢાયા હતા,જેમાં પ્રથમ ઘટના ઝઘડિયા ના જરસાદ નજીક સર્જાઈ હતી જ્યાં ગામની સીમમાં પુરના પાણી જોવા ગયેલ ત્રણ વ્યક્તિ ઓ ફસાયેલા નજરે પડતા સ્થાનિક પોલીસ ના જવાનોએ દોરડા ની મદદ થી તમામ વ્યક્તિને સુરક્ષિત રીતે બાહર કાઢ્યા હતા,તો બીજી ઘટના ભરૂચ શહેરના ફુરજા માર્ગ પર બની હતી જ્યાં પણ એક વ્યક્તિ પુરના પાણીમાં ફસાઇ જતા નગર પાલિકા ના કર્મીઓએ રેસ્ક્યુ કરી યુવક ને સલામત રીતે બાહર કાઢ્યો હતો, નર્મદા નદીમાં છેલ્લા 24 કલાકમાં નદીનું જળ સ્તર 5 ફૂટ જેટલું વધ્યું છે જે બાદ સતત વધતા જળને લઇ તંત્રના અધિકારીઓ પણ ખડેપગે કાંઠા વિસ્તારોમાં એલર્ટ જોવા મળી રહ્યા છે,ભરૂચ,અંકલેશ્વર સહિત ના કાંઠા વિસ્તારો માંથી અત્યાર સુધી 1 હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હોવાનું સામે આવી રહ્યું છે,નદીમાં સતત વધતા જળસ્તર ને લઇ કાંઠા વિસ્તારોમાં લોકોને ન જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે,ત્યારે સતત ઉપર વાસ માંથી ભરૂચ તરફના ડાઉનસ્ટ્રીમ માં પાણી છોડાતા હાલ ભરૂચ ખાતે પુરની ચિંતાજનક સ્થિતિ નું સર્જન થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500