Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો

  • February 02, 2024 

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જીલ્લા વહિવટી તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તબક્કે, મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારનાં વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યો હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા શ્રીતુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી. આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓ આભાર માની, તમામની કામગીરીને બિરદાવી હતી. તેમણે, પોતાના આઈએએસની તાલીમ સમયના મસુરીના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, ડીઝાસ્ટરને પહોંચી વળવા મોડયુલ્સ શિખવવામાં આવતું હતું.


આ મોડયુલ્સની બુકમાં બધુ જ લખવામાં આવ્યું છે છતાં ઘટના દરમ્યાન બુક બહારનું ધણું દેખાઈ છે. ત્યારે આ ઘટના બાદ ઘણાં અનુભવો અને તેનું સોલ્યુશન લાવવામાં સફળતા મળી. મેનેજમેન્ટ કરી તાત્કાલિક ધોરણે ટીમોની રચના કરી શક્યા, સહાય અને સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શક્યા છીએ. આ પ્રસંગે, પૂર વેળાની વાત કરતા તેમણે જણાવ્યું કે, પાણી આવવાની આગાહી દરમ્યાન બંને ધારાસભ્યો રાત્રે જિલ્લાના કંટ્રોલરૂમમાં ઉભા હતા. તે સમયે આપણા અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે દોડી રાહત બચાવની કામગીરી કરી યુનિટીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ સફાઈની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે ફાળવેલી ટીમોએ સતત દિવસ–રાત કામ કરી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો.


બેસ્ટ પેકેજ આપવાનું સુચન કરાયું હતું ત્યારે વેપારી મંડળ સાથે ચર્ચાઓ થઈ હતી. રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્ત ભરૂચના વેપારી વર્ગને જિલ્લા વહીવટીતંત્રએ ઘર સુધી પહોચીને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે મદદ પહોચાડી કામગીરી પૂર્ણ કરી હતી. જેના તમામ લાભો આજના એક જ કાર્યક્રમથી લાભાર્થીઓના એકાઉન્ટમાં DBT માધ્યમથી ચુકવણું કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાના ૧૬૦૦ જેટલા લોકોને ૪ કરોડથી પણ વઘારે રકમનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કોઈ પણ ડીઝાસ્ટરની ઘટનાં આપણાં હાથમાં નથી હોતી પણ તેના બાદની સ્થિતિને પહોંચી વળવાનું કામ આપણા હાથમાં છે.


ત્યારે ભરૂચનો તમામ નાગરિક અને વહીવટીતંત્ર આ બનાવ સાથે જોડાઈને પોતાથી થતી મદદ કરી સમાજને ઊભો કરવા પ્રયાસ કર્યો છે ત્યારે આ તબકકે તમામનો આભાર માન્યો હતો. આ વેળાએ, ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગોચિત ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, પૂરની ઘટનામાં રાજ્ય સરકારના ધોરણો સીમિત છે. છતાં ભરૂચ જીલ્લા માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કર્યુ હતું. ખેડૂત વર્ગે માટે કાળજી લીધી હતી. ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો જેવી તમામ બાબતોને આવરી તેને અનુસંધાને પેકેજ જાહેર કરાયું હતું. પૂરની ઘટના બાદ સૂકો નાસ્તો, ભોજન, પાણી જેવી સુવિધાઓ વ્યાપક રીતે સમયસર ભરૂચના લોકો, સામાજિક સંસ્થાઓએ મદદ કરી હતી. સૌએ, ભેગાં મળીને પૂર અસરગ્રસ્ત જેવી નાજુક સ્થિતમાંથી બહાર નિકળવા સંયમ દાખવ્યો અને સહયોગ આપ્યો તે બદલ તેમણે આભારમાન્યો હતો. ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણાએ પણ જિલ્લા વહીવટીતંત્રની ઝડપી કામગિરીને બિરદાવી અને નાગરિકોએ આપેલા સહયોગને પ્રસંગોચીત ઉદબોધનમાં બિરદાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application