દિલ્હીમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એવામાં આજે બપોરે 3:00 વાગ્યે મુકુંદપુર ચોકમાં એક અકસ્માત થયો હતો. અહીં વરસાદનાં પાણીમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બાળકોની ઉંમર 14થી 15 વર્ષની વચ્ચે છે. મળતી માહિતી મુજબ, મુકુંદપુરમાં એક મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેમાં આ બાળકો ન્હાવા ગયા હતા. ડૂબતા બાળકોને બચાવવા માટે એક કોન્સ્ટેબલ પણ પાણીમાં કૂદી પણ પડ્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળકોનું મૃત્યુ થઈ ગયું હતું.
દિલ્હીની ગીતા કોલોની તેમજ લોહા પુલ અને યમુના બજાર વિસ્તારમાં રેલવે બ્રિજની નીચે અનેક વાહનો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. ગતરોજ સચિવાલય સહિત દિલ્હીનાં ઘણા મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યાં મુખ્યમંત્રી અને તેમના કેબિનેટ મંત્રીઓની ઓફિસ પણ આવેલી છે. અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી માટે જહેમત ઉઠાવવી પડી હતી. સચિવાલય નજીક અંડરપાસમાં એક પ્રવાસી બસ આંશિક રીતે ડૂબી ગઈ હતી. આ બસમાં 40થી 45 મુસાફરો હતા. માહિતી મળતા જ લોકોને બચાવી લેવાયા હતા. યમુનાનું પાણી લાલ કિલ્લાની દિવાલો સુધી પણ પહોંચી ગયું. કેટલાક સ્થળોએ લોકો કમર-ઊંડા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. રાજઘાટમાં પણ મોટા પાયે પાણી ભરાઈ ગયા છે. વિકાસ માર્ગનો એક ભાગ પણ પાણીમાં ડૂબી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application