ભારે વરસાદને પગલે અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને સાંકળતી 18 ફ્લાઇટમાં 1 કલાકથી વધુનો વિલંબ થયો હતો, જ્યારે બે ફ્લાઈટ કેન્સલ કરાઇ હતી. રવિવારે જે ફ્લાઇટ કેન્સલ કરાઇ તેમાં એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્હી, ઇન્ડિગોની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટનો સમાવેશ થાય છે. રવિવારે દેહરાદૂન-અમદાવાદની ફ્લાઈટને સૌથી વધુ વિલંબ થયો હતો. ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી જતાં અમદાવાદની કેટલીક ફ્લાઇટને ટેક્ ઓફ્-લેન્ડિંગમાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જેમાં ઈન્ડિગો અમદાવાદ-મુંબઈ (3 કલાક), અમદાવાદ-હૈદરાબાદ (1.20 કલાક), અમદાવાદ-પૂણે (1 કલાક), અમદાવાદ-રાજકોટ (1.20 કલાક), દિલ્હી-અમદાવાદ (કેન્સલ), દેહરાદૂન-અમદાવાદ (૩.30 કલાક), જેદ્દાહ- અમદાવાદ (1.20 કલાક), હૈદરાબાદ-અમદાવાદ (1.30 કલાક), રાજકોટ- અમદાવાદ (1.20 કલાક), સ્ટાર એર અમદાવાદ-ભુજ (2.20 કલાક), અમદાવાદ-નાંદેદ (1.05 કલાક), અમદાવાદ-બેંગાલુરુ (1.20 કલાક), અમદાવાદ-મુંબઈ (1.10 કલાક), વિસ્તારા અમદાવાદ-મુંબઈ (1.20 કલાક), અમદાવાદ-નાગપુર (1 કલાક) અને એર ઈન્ડિયા અમદાવાદ-દિલ્હી (કેન્સલ, એઆઈ 836).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500