ધરમપુર તાલુકાનાં એક ગામમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને ખેરગામ વિસ્તારના ચાર યુવાનોએ ઘર નજીક આવેલા ઝાડી ઝાંખરામાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યું હતુ. જે અંગેનો કેસ ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં તબક્કાવાર રીતે ચાલી ગયો હતો. જે અંગેની હાથ ધરાયેલી અંતિમ સુનાવણી બાદ કોર્ટે ચારેય આરોપીને પાંચ વર્ષની સાદી કેદ અને પ્રત્યેક આરોપીને રૂ.૧૦૦૦નો દંડ ફ્ટકારતો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ કોર્ટે ભોગ બનનારને વળતર તરીકે રૂ.૧ લાખ ચુકવવા પણ ભલામણી કરી હતી.
મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકાનાં એક ગામમાં રેહત શ્રમજીવી પરિવારની ૧૬ વર્ષીય સગીરા અને ખેરગામ તાલુકાના વડપાડા ગામના દેસાઈ ફળિયામાં રહેતા અંકુર અંકીશભાઈ નાયક નામના યુવાન સાથે પ્રેમ સબંધો ચાલી આવ્યા હતા. આ દરમિયાન અંકુરએ લગ્ન કરી લેતા સગીરાએ તેની સાથેના સબંધો કાપી નાંખી તેની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. જે બાબતની અદાવત રાખીને અંકુર નાયકા તથા તેના સાગીરતો સાવન નરેશભાઈ નાયકા, સહદેવ નરેશભાઈ નાયકા અને જીગ્નેશ નવસુભાઈ નાયકા ગત તારીખ ૦૭/૧૧/૨૦૧૯નાં રોજ સગીરાના ગામમાં પહોંચ્યા હતા અને શેમ્પુ લેવા ઘર નજીક આવેલી દુકાનમાં જઈ રહેલી સગીરાને બળજબરી પૂર્વક નજીકમાં આવેલી ઝાડી ઝાંખરામાં લઈ ગયા હતા.
જ્યાં સગીરાના પૂર્વ પ્રેમી સહિતના આ ચારેય હવસખોરોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું. ઘટના અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આરોપીઓની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ ધરમપુરની સ્પેશિયલ કોર્ટમાં તબક્કાવાર રીતે ચાલી જતાં સરકાર પક્ષે ડી.જી.પી અનિલભાઈ ત્રિપાઠીએ દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટના વિદ્વાન જજ એમ.એ. મિર્ઝાએ તમામ ચાર આરોપીને પોક્સો એક્ટની કલમ ૧૦માં તકસીરવાર ઠેરવી તમામ આરોપીને પાંચ વર્ષની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પ્રત્યેક આરોપીને રૂ.૧૦૦૦નો દંડ અને આરોપીઓ દંડ ના ભારે તો વધુ એક માસની સાદી કેદની સજા ટકારતો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ભોગ બનનારે ભોગવેલી માનસિક યાતના અને પુન: સ્થાપન માટે ગુજરાત વિકટીમ કંપેન્શેશન સ્કીમ હેઠળ રૂ.૧ લાખ વળતર તરીકે ચુકવવાની ભલામણ પણ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500