દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ છે. સુત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સ્થળ પર પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
કુલગામ જિલ્લાના સમનુ ગામમાં ગુરુવારે બપોરે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસ, આર્મીની 34 આરઆર અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ચોક્કસ માહિતીના આધારે કુલગામના સમનુ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાબંધી કડક થતી જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું છે. મોડી રાત્રે ગોળીબાર બંધ થઈ ગયો હતો. બીજા દિવસે શુક્રવારે સવારે ફરી ગોળીબાર શરૂ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના ગોળીબાર વચ્ચે સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાની આસપાસ સ્થિત મકાનોમાં રહેતા લગભગ 30 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન આતંકીઓને આત્મસમર્પણ કરવાની તક પણ આપવામાં આવી હતી, પરંતુ તેઓએ રાઈફલ અને ગ્રેનેડ ફાયર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500