Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારત સરકારના ખાસ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે એન.ડી.આર.એફની પાંચ ટીમો સુરત આવી પહોચી

  • July 16, 2022 

ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી.


એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને ૧૦૫ જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે ૧.૦૦ વાગે આવી પહોચી હતી. આ ટીમો થકી દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળી રહેશે. ટીમોને કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આમ, કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયાસોથી વર્તમાન વરસાદી આપદાને પહોંચી વળવા માટે સુસજ્જ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application