Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગરનાં સપડા ડેમમાં એક જ પરિવારનાં પાંચ લોકો ડૂબી જતાં મોત નિપજ્યાં

  • July 30, 2023 

રાજ્યમાં હાલમાં ચાલી રહેલી વરસાદની સિઝનમાં નદી નાળા છલકાઈ ગયાં છે. જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. ત્યારે જામનગરનાં સપડા ડેમમાં એક જ પરિવારનાં પાંચ લોકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારનાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢી લીધા હતાં. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામનગર શહેરનો એક પરિવાર સપડા ડેમ ખાતે ફરવા ગયો હતો. આ પરિવારના સભ્યો ડેમમાં નહાવા પડ્યા હતાં. જેમાં ડૂબી જતાં પાંચનાં મોત નિપજ્યા હતા.



ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરુ કરી હતી. ફાયર વિભાગે પાંચેય લોકોનાં મૃતદેહ બહાર કાઢ્યા છે. આમ એક જ પરિવારના પાંચ લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ખેડાના મહિજ ગામમાંથી પસાર થતી મેશ્વો કેનાલમાં ત્રણ કિશોરો ન્હાવા પડ્યા હતાં જેમાંથી બે કિશોરોનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન કેનાલમાંથી એક કિશોર બહાર નિકળ્યો હતો અને અન્ય બેની શોધખોળ શરૂ કરાઈ હતી. તરવૈયાઓની મદદથી બંને કિશોરોના મૃતદેહ પાંચ કલાક બાદ બહાર કઢાયા હતાં. ખેડા પોલીસે બંને કિશોરોનાં મૃતદેહ ખેડા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News