નાંદેડ જિલ્લાનાં કંધારના જગતુંગ તળાવમાં બપોરે પાંચ જણાનાં ડૂબી જતા મોત થયા હતા. જોકે આ પાંચેય વ્યક્તિ એક જ પરિવાર હોઇ બે સગા ભાઇઓ હતા, જ્યારે બાકીનાં ભત્રીજાઓ હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાંદેડ શહેરનાં ખુદબઇ નગરમાં રહેતા એક જ પરિવારનાં સભ્યો અહીં ધાર્મિક પ્રવાસે ગયા હતા. જોકે આ લોકોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
જોકે પરિવારની એક વ્યક્તિ પાસેનાં તળાવમાં ટિફીન ધોવા ગઇ હતી. આ વ્યક્તિ ભૂલથી પાણીમાં પડી જતા તેને બચાવવાના પ્રયાસમાં અન્ય ચારેય જણ પણ તળાવના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ લોકોને સમયસર મદદ મળી ન શકતા તેઓ ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતા અને પાંચ જણ પાણીમાં ડૂબી ગયા હોવાનું ધ્યાનમાં આવતા આ વાતની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આમ, પોલીસ અને સ્થાનિક પ્રશાસન તથા સ્થાનિકોની મદદથી પાંચેય જણના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને કંધારની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો જગતુંગ તળાવ પાસે પહોંચી ગયા હતા. કુટુંબના યુવાનો અને કુટુંબના મોભી એવી વ્યક્તિનું ડૂબી જવાથી મોત થતા પરિવારના અન્ય સભ્યો પર દુઃખનો પડાહ તૂટી પડયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500