ઝારખંડમાં હાવડા-નવી દિલ્હી રેલવે લાઈનનાં ધનબાદ વચ્ચે નિચિતપુર રેલ્વે ફાટક પર 25,000 વોલ્ટનો ઈલેક્ટ્રિક વાયર પડવાને કારણે પાંચ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાને પગલે રેલવે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. કાલકાથી હાવડા જતી ડાઉન નેતાજી એક્સપ્રેસને તેતુલમારી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. હાવડાથી બિકાનેર જતી પ્રતાપ એક્સપ્રેસને ધનબાદ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. રેલ્વે અધિકારીઓ અને રેલ્વેનાં ડોકટરો રોડ માર્ગે ઘટના સ્થળે રવાના થયા છે. ધનબાદથી અકસ્માત રાહત મેડિકલ વાન ખોલવામાં આવી હતી. હાઇ ટેન્શન ઈલેક્ટ્રિક વાયરથી અનેક લોકો દાઝી ગયા હોવાના પણ અહેવાલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application