ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર એક મુસાફરો સવાર બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોનાં મોતની પુષ્ટી થઇ શકી છે જ્યારે અન્યોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકો મુંડન સંસ્કાર કરીને મથુરાથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત નસીરપુર પાસે થયો હતો.
અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે. બસના મુસાફરોએ આશંકા વ્યક્ત કરી હતી કે બસ ચલાવતી વખતે ડ્રાઈવર ઊંઘી ગયો હશે. જેના કારણે બસ બેકાબુ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લખનઉના મોહદ્દીનપુરનો રહેવાસી સંદીપ તેના ચાર વર્ષના પુત્ર સિદ્ધાર્થનું મુંડન કરાવવા મથુરા ગયો હતો. બસમાં તેની સાથે પરિવાર અને સંબંધીઓ સહિત 20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. પરત ફરતી વખતે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો, જેમાં સંદીપની પત્ની નીતુ (ઉ.વ.42), પુત્રી લવશિખા (ઉ.વ.13) અને નૈતિક (ઉ.વ.15)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકોના પણ સારવાર દરમિયાન મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application