મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા દારૂ ભરેલા આઇસર ટેમ્પાને એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસોએ કુકરમુંડાના મટાવલ ગામમાં ઝડપી પાડયો હતો. પોલીસે રૂ.૧૧,૨૮,૮૦૪/-નો દારૂ, ટેમ્પો અને પાયલોટીંગ કરતી બોલેરો સહિત રૂપિયા ૨૧,૫૪,૩૦૪/-નાં મુદ્દામાલ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી જિલ્લા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, મહારાષ્ટ્ર રાજય તરફથી એક આઇસર ટેમ્પો નંબર એમએચ/૧૮/એએ/૭૯૬૭માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને કુકરમુંડાના આશ્રવા ગામ થઈ જનાર છે. જે બાતમી મુજબ કુકરમુંડાના મટાવલ ગામના રોડ ઉપર પ્રોહી. નાકાબંધી હાથ ધરતા તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા જેને અટકાવી તાડપત્રી હટાવી ચેક કરતા દારૂનો જથ્થો ઝડપાયો હતો.
આઇસર ટેમ્પામાંથી પાસ પરમીટ વિનાનો કુલ બોક્ષ ૧૪૫માં સીલબંધ નાની-મોટી બોટલ તથા ટીન મળી કૂલ નંગ ૫,૩૭૬ જેની કિંમત રૂપિયા ૧૧,૨૮,૮૦૪/-નો પ્રોહી. જથ્થો તથા પાંચ આરોપીઓ જેમાં ડ્રાઈવર પરવીન સુરેશભાઈ પાટીલ (ઉ.વ.૪૭., રહે.સન સીટી રો-હાઉસ ઘર નં.૧૭૪ ડીંડોલી પો.સ્ટે.પાછળ, સુરત, મુળ રહે.વીરવાડા, તા.ચોપડા, જિ.જલગાંવ-મહારાષ્ટ્ર), ડ્રાઈવર મનોજભાઈ જયદેવભાઈ પાટીલ (ઉ.વ.૩૫), ઉમેશભાઈ કૈલાશભાઈ પાટીલ, ધીરજ ચતુરભાઈ પાટીલ અને કોમલસીંગ ઉર્ફે રાહુલ દેવસીંગભાઈ રાજપુત (ચારેય રહે.હલધરુ ગામ, ગ્રીનપાર્ક સોસાયટી, તા.કામરેજ,જિ.સુરત) પાસેથી મોબાઇલ નંગ ૬, ટેમ્પો રૂપિયા ૫,૦૦,૦૦૦ તથા પાયલોટીંગ કરતી બોલેરો ગાડી નંબર જીજે/૦૫/આરએ/૪૪૩૨ રૂપિયા ૫,૦૦,૦૦૦/-મળી કુલ રૂપિયા ૨૧,૫૪,૩૦૪/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ગુન્હો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500