ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પોલીસ કમિશનરના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી પ્રદિંપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના પોલીસ તંત્રની ઉત્તમ કામગીરીથી શાંતિ, સલામતી અને સુરક્ષાનું જતન થઇ રહ્યું હોવાથી આજે સમગ્ર દેશમાં ગુજરાત સુરક્ષાની દ્રષ્ટિએ અગ્રેસર રાજય બન્યું છે. સુરતએ ગુજરાતનું આર્થિક પાટનગર છે. અહી સમગ્ર દેશમાંથી આવીને લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઝડપી વિકાસ અને વસ્તીને ધ્યાને લઈ ગતવર્ષોમાં સાંસદશ્રીઓ તથા ધારાસભ્યઓ દ્વારા નવા પોલીસ સ્ટેશનો તથા મેનપાવરની માંગણીઓ કરવામાં આવી હતી. જેનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.
રાજયભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે
મંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરના ચોતરફી વિકાસને ધ્યાને રાખી આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મજુર કરવામાં આવ્યા છે. જેમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પો.સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. નવા પોલીસ સ્ટેશનો મળવાથી પોલીસ સ્ટેશનો પરના ભારણમાં ઘટાડો થશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી રીતે થઈ શકશે. શહેરના મહેકમમાં વધારો કરીને નવા ૧૯૫૬ જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓના મહેકમમાં વધારો કર્યો છે. સુરતમાં સેફ સીટી હેઠળ ૬૩૧ અને સ્માર્ટ સીટીમાં ૧૫૫ મળી કુલ ૭૮૬ સી.સી.ટીવી કેમેરા હતા. જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ નવા ૫૯૦ સી.સી.ટીવી કેમેરા લગાવવાથી ૧૩૭૬ સી.સી.ટી.વી.કેમેરાથી શહેરને સજ્જ કરવામાં આવશે. સી.સી.ટીવીનું નેટવર્ક વર્ષ-૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે ૨૧.૧૬ કરોડ મજુંર કરવામાં આવ્યા છે. વાહનો માટે ત્રણ કરોડ તથા ૧.૨૩ કરોડના ઈકવીટમેન્ટ માટે મજુર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજયભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.સાંસદ સભ્ય અને પ્રદેશ ભાજક્ષ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેર પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સગીન બનાવવા સારૂ મહેકમમાં હજી વધારો કરવાની આવશ્યકતા છે.
સુરત પોલીસ કમિશનરશ્રી અજય તોમર વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઇએસ્ટ ગુનાઓમાંથી ૮૦ ટકા ડિટેકટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે. કમિશનરશ્રીએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા ગુના નિવારણ, ટ્રાફીક, મિકલત સંબધિ અટકાયતી પગલાઓ, પાસા હેઠળની કાર્યવાહી, પોલીસ કોવિડ હેલ્પલાઈન, સીનીયર સીટીઝનો માટે પોલીસનો માનવીય અભિગમ, ડ્રગ્સ ગાજાનો વેપલો કરતી આંતરરાજય ગેગો વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500