Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નદીમાં ન્હાવા માટે પડેલા એક જ પરિવાર પાંચ લોકો ડૂબ્યા, વધુ તપાસ શરૂ

  • May 30, 2022 

નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના પાંચ સભ્યો આવ્યા હતા. તેઓ નદીમાં ન્હાવા પડતાં તમામ સભ્યો ડૂબી ગયા હતા. રાજપીપળા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે એક મહિલાનો મૃતદેહ શોધી કાઢયો હતો, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને શોધવાની તજવીજ હાથ ધરાઇ છે અને સાંજ પડતા જ લાઈટના અભાવ હોવાથી અન્ય ચાર લોકોની શોધ ખોળ વહેલી સવારથી શરૂ કરવમાં આવનાર હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ.35), જીગનીશાબેન જનકસિહ પરમાર (ઉ.વ.32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ.8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ.27) તથા ખુશીબેન ચૌહાણ (ઉ.વ.24) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે આવ્યા હતા, તેઓ ત્યાં નદીમાં ન્હાવા પડયા હતા, જોકે પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા માંડયા હતા. એમની આસપાસ પણ કોઈ નહતું એટલે એમને બચાવવા પણ કોઈ આવી શક્યું નહોતું.




જોકે નજીકમાં જ એમની બે બાઈક અને ચપ્પલ પડેલા જોઈ અમુક લોકો ડૂબી ગયા હોવાનો ગ્રામજનોને લાગ્યું હતું, એમાંથી કોઈકે રાજપીપળા પોલીસ મથકમાં ફોન કરતા રાજપીપલા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને સાથે સાથે રાજપીપલા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. ફાયર ફાઈટરની ટીમેને મહામુસીબતે જીગનીશાબેન જનકસિહ પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો અને ત્યારબાદ અંધારું થઈ જતાં એમણે પણ શોધખોળ બંધ કરી દીધી હતી.




જ્યારે આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ રાજપીપલા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા, ડૂબી ગયેલા પરિવારના સભ્યો ક્યારે ત્યાં આવ્યા, કેવી રીતે ડૂબ્યા, એ ડૂબ્યા ત્યારે ત્યાં કોઈ હાજર હતું કે કેમ એ તમામ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જયારે એન.ડી.આર.એફની ટીમ દ્વારા નદીમાં ગુમ થયેલા પરિવારજનોના સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવશે. ઘટના અંગે રાજપીપલા પોલીસે મૃતક પરિવારજનોની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application