સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જેના પર સુનવણી પણ શરુ થઇ ચૂકી હતી પરંતુ આ અરજી પર નિર્ણયમાં થોડો વિલંબ થઇ શકે છે. કારણ કે સુપ્રીમ કોર્ટના પાંચ જજ કોરોનાથી સંક્રમિત થયા છે. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહેલા બે જજનો પણ તેમાં સમાવેશ થઇ છે.
સુપ્રીમ કોર્ટના પાંચ જજ થયા કોરોના પોઝીટીવ
સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર આવતી કાલે સુનાવણી થવાની હતી પરંતુ હવે તેને ટાળી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં અન્ય કેસોની સુનાવણી પણ પ્રભાવિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલા એ જજોમાં સામેલ છે જેમને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
24 એપ્રિલ સુધી સુનવણી મુલતવી
ગુરુવારે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે, સમલૈંગિક લગ્નને કાનૂની મંજૂરી આપવાના મામલાની સુનાવણી ચાલુ રહેશે. સોમવારથી શુક્રવાર સુધી તેની સુનાવણી થશે. જો કે, હવે જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ સંક્રમિત હોવાના કારણે તેને 24 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500