Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડી હાઈવે પર અકસ્માતમાં પાંચને ઈજા પહોંચી

  • December 21, 2024 

વલસાડનાં પારડીની મામલતદાર કચેરી સામે હાઈવે પરથી પસાર થઈ રહેલ લક્ઝરી બસ આગળ ચાલતા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ મુસાફરોને ઈજા થઈ હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પારડી નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપરથી રાતે મુંબઈ તરફ જતી સાઈ દર્શન ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નંબર જીજે/૦૫/બીએક્સ/૧૧૦૦ પસાર થઈ રહી હતી. તે દરમિયાન નવી મામલતદાર સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર બસ આગળ ચાલતા વાહન જોડે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે બસમાં સવાર ૨૦ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે અકસ્માતમાં બસ ચાલક અને ક્લીનર સહિત પાંચથી છ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસના ચાલકે ઓવરટેકની લ્હાયમાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતમાં બસનાં આગળનાં ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application