મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના પેરવડ ગામના ભીલ ફળિયામાથી પસાર થતા ડોલારાથી લખાલી ગામ તરફ જતાં રોડની સામેની બાજુ આવલે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૧/૦૮/૨૦૨૪ના મોડી સાંજે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પેરવડ ગામના ભીલ ફળિયામા રહેતા લક્ષ્મણભાઈ નુરજીભાઈ કોટવાળીયા તેના રહેણાંક ઘરની પાસેથી પસાર થતા ડોલારાથી લખાલી ગામ તરફ જતાં રોડની સામેની બાજુ આવલે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું બનાવી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે જુગાર રમવાના સાધનો, જુગારના દાવ ઉપર મુકેલ રોકડ રૂપિયા તથા અંગ ઝડતી દરમિયાન મળી આવેલ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગાર ધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખુલ્લી જગ્યામા જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા...
૧.દિલસિંગ દીત્યાભાઈ ગામીત (રહે.પેરવડ ગામ, નિશાળ ફળિયું, વ્યારા),
૨.નરેશ ગોવિંદભાઈ ગામીત (રહે.પેરવડ ગામ, હોળી ફળિયું, વ્યારા),
૩.મિરાજી જંગલીયાભાઈ ભીલ (રહે.પેરવડ ગામ, ભીલ ફળિયું, વ્યારા),
૪.કાહરીયા જાગલિયા ગામીત (રહે.પેરવડ ગામ, નિશાળ ફળિયું, વ્યારા) અને
૫.ઈશ્વર ફતીરામભાઈ નાયકા (રહે.પેરવડ ગામ, ભીલ ફળિયું, વ્યારા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500