મનિષા એસ.સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઉમા એન્ટરપ્રાઈઝનાં નીચેનાં ભાગે આવેલ એક બંધ મકાનમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને રૂપિયા 1,83,890/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ગુરૂવારનાં રોજ મોડી સાંજે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-53નાં સર્વિસ રોડ ઉપર આવેલ ઉમા એન્ટરપ્રાઈઝના નીચેના ભાગે આવેલ જીતેન્દ્રકુમાર હરીલાલ અમૃતિયા નાઓના બંધ મકાનમાં રેઈડ કરી હતી. જોકે આ રેઈડમાં પોલીસે વગર પાસ પરમિટે પૈસા વડે ગંજીપત્તા વતી પ્લાસ્ટીકની ટોકનનો ઉપયોગ કરી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે ઝડપી પડેલ તમામની અંગઝડતી કરતા રોકડ રૂપિયા 88,890/- અને 3 બાઈક તથા જુગાર રમવાના સાધનો સહીતનો કુલ રૂપિયા 1,83,890/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હતી.
જુગાર રમતા ઝડપાયેલ પાંચ જુગારીઓ...
1.જીતેન્દ્ર હરીલાલ અમૃતિયા (રહે.જળ દર્શન સોસાયટી, વ્યારા),
2.રાકેશ ચંદ્રવદનભાઈ અગ્રવાલ (રહે.જુનાગામ મસ્જીદ પાસે, સોનગઢ),
3.પંડિત રઘુનાથ સુર્યવંશી (રહે.જુનાગામ, દક્ષિણ ફળિયું, સોનગઢ),
4.દીપક પ્રવીણભાઈ ગામીત (રહે.ઉકાઈ રોડ, માધવ સોસાયટી, વાંકવેલ, સોનગઢ) અને
5.શૈલેશ હિરાલાલભાઈ ગામીત (રહે.જમકુવા ગામ, સોનગઢ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500