નવસારીના કબીલપોર વિસ્તારમાં આવેલા ધવલનગર કોમ્પ્લેક્સનાં એક ફ્લેટમાં પાંચ જુગારીઓને પોલીસ રેડમાં ઝડપી પાડી તેમની પાસેથી પાસેથી રૂ.૪૧ હજારથી વધુની મતા કબજે કરાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.નાં પી.આઈ.નાં માર્ગદર્શન હેઠળ એક ટીમ ગુનાખોરી અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે વખતે તેને બાતમી મળી હતી કે, કબીલપોર વિસ્તારમાં આવેલા ધવલનગર કોમ્પ્લેક્સના બી ૧૦૧ નંબરના ફ્લેટમાં જુગારની કલબ ચાલી રહી છે.
જેના આધારે પોલીસના સ્ટાફે તે સ્થળે છાપો મારતા જુગાર રમી રહેલા પાંચ ઇસમો ઝડપાયા હતા. જેમાં રણજીતભાઈ ઠાકોરભાઈ કટારીયા (રહે.ઓમકારેશ્વર પાર્ક, મકાન નંબર-૨૮, મોટી ચોવીસી, તા.જિ.નવસારી), મુસ્તાક અબ્દુલરહેમાન શેખ (રહે.ધારાગીરી મુસ્લિમ ફળિયું, જિ.નવસારી), રાજુભાઈ ખંડુભાઈ સોની (રહે.કબીલપોર, દેસાઈવાડ, ગ્રામ પંચાયત કચેરીની પાસે, ધારાગીરી, તા.જિ.નવસારી), કિશોરભાઈ ગોપાલભાઈ બીલીમોરીયા (રહે.કબીલપોર, ધવલનગર હાઉસિંગ કોમ્પ્લેક્સ મકાન નંબર-બી/૧, તા.જિ.નવસારી) અને અમ્રતભાઈ મણીલાલ રાઠોડ (રહે.મોલધરા ગામ, ટાંકી ફળિયા, તા. જિ.નવસારી)ઓને ઝડપી પાડ્યા હતા. આમ, એલસીબીની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા તથા જુગારના સાધનો મળી કુલ રૂ.૪૧,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે રૂરલ પોલીસે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500