મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં વાઝરડા ગામનાં આમલી ફળિયામાં નદીનાં કોતરડાનાં કિનારે મહુડાનાં ઝાડ નીચે વગર પાસ પરમિટે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ ૦૪/૦૩/૨૦૨૫ નારોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાઝરડા ગામનાં આમલી ફળિયામાં નદીનાં કોતરડાનાં કિનારે મહુડાનાં ઝાડ નીચે કેટલાક જુગારીઓ ગંજીપાનાનો હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી ત્યાં આગળ કોતરડાના કિનારે મહુડાના ઝાડ નીચે ગોળ કુંડાળું જુગાર રમતા રણછોડ ગમનભાઈ ગામીત (રહે.ચીખલી ભેંસરોટ ગામ, દાદરી ફળિયું, સોનગઢ), સતીષ લલ્લુભાઈ ગામીત (રહે.ચીખલી ભેંસરોટ ગામ, દાદરી ફળિયું, સોનગઢ), વિપુલ રમેશભાઈ ચૌધરી (રહે.બોરખડી ગામ, જવાહર નવોદય ફળિયું, વ્યારા), દિલીપ મસાભાઈ ચૌધરી (રહે.ચીખલી ભેંસરોટ ગામ, દાદરી ફળિયું, સોનગઢ) અને વિનોદ શિવરામભાઈ ચૌધરી (રહે.ચીખલી ભેંસરોટ ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં ગંજીપાના તથા દાવપરના રૂપિયા અને જુગાર રમવા માટે હાથ ઉપર રાખેલ અંગ ઝડતીના રૂપિયા મળી કૂલ રૂપિયા ૩,૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ પાંચેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500