Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાનાં દક્ષિણ કેલિફોર્નિયાનાં ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના બનતા પાંચના મોત, પાંચની હાલત ગંભીર

  • August 24, 2023 

અમેરિકાનાં દક્ષિણ કેલિફોર્નિયાનાં ટ્રેબુકો કેન્યન શહેરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 10 લોકોને ગોળી વાગી હતી. જેમાં 5 લોકો મૃત્યુ પામ્યાનાં અહેવાલ મળી રહ્યા છે. જેમાં અન્યોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. માહિતી અનુસાર બાઈકર બાર નામની એક જગ્યાએ હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકોને ગોળીઓ વાગી ગઈ હતી. બાઈકર બાર બાઈક રાઈડર્સ માટે મનોરંજનનું કેન્દ્ર છે. ઓરેન્જ કાઉન્ટીના પોલીસ અધિકારીને ઘટનાની માહિતી મળતાં જ તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.



ઘટનાસ્થળે પહોંચતા જ પોલીસે હુમલાખોરને નિશાને લીધો અને તેની ઠાર મરાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ અધિકારીને ઈજા થઈ નહોતી. લોકોને ઘટના સ્થળથી હાલ દૂર રહેવા અપીલ કરાઇ છે. ઘટના સ્થળે હાજર એક વ્યક્તિએ કહ્યું કે હુમલાખોર બંદૂકધારી માર્યો ગયો છે તે એક સેવાનિવૃત્ત કાયદાનું અમલ કરતી એજન્સીનો અધિકારી હતો અને કદાચ કોઈ ઓળખીતાને નિશાન બનાવી રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application