Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ : પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે, જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે

  • September 18, 2023 

સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. વિશેષ સત્ર માટે સરકારે મહત્વની તૈયારીઓ કરી છે. અહેવાલ અનુસાર પાંચ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બુલેટિન અનુસાર પ્રથમ દિવસે સંસદીય સફરની 75 વર્ષની ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ વિશે ચર્ચા કરવામાં આવશે.



આ સાથે પાંચ દિવસના સત્રમાં પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ પણ રજૂ કરવામાં આવનાર છે. માહિતી અનુસાર તારીખ 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લા ત્રણ દિવસોમાં જ સરકાર આ બિલોને ગૃહમાં રજૂ કરશે. ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application