મિઝોરમમાં રૂપિયા ૩૧ કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. આ સંબધમાં જ આસામનાં ચાર અને મ્યાનમારનાં એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. ચોક્કસ બાતમીને આધારે મિઝોરમ એક્સાઇઝ અને નાર્કોટિસ ડિપાર્ટમેન્ટે ઐઝવાલમાં બે સ્થળોએ દરોડા પાડયા હતાં અને છેલ્લા બે દિવસમાં ૬.૦૫ કીલો ડ્રગ્સ જપ્ત કર્યુ છે. અધિકારીનાં જણાવ્યા અનુસાર ઐઝવાલનાં બાંગકાન વિસ્તારમાંથી ૨૪૮ ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. મ્યાનમારનાં તહન વિસ્તારનાં ૫૫ વર્ષીય રહેવાસી એન ન્ગોલેંગ નામના પેડલરની ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઐઝવાલના ઝેમાબાક વિસ્તારમાંથી ૫.૮ કીલો હેરોઇન જપ્ત કર્યુ છે. આસામના કાચાર જિલ્લાનાં રહેવાસી ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ ૩૪ વર્ષીય મોહંમદ નાઝીમુલ હુસેન બારભૈયા, ૨૩ વર્ષીય અબ્દુલ કલામ લસ્કર, ૨૮ વર્ષીય કુતબુલ અલોમ લસ્કર અને ૨૨ વર્ષીય સુકુર અલી મઝુમદર તરીકે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં પોલીસે ૧૫ કરોડ રૂપિયાનું ૩ કીલો હેરોઇન રાખવા બદલ આસામના બે રહેવાસીઓની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application