કુકરમુંડાનાં ફૂલવાડી સુગર ફેકટરી પાછળ આવેલા કાચા રસ્તા પાસે ગત તારીખ ૨૨/૧૨/૨૦૨૪ નારોજ એક વેપારી પાસેથી રોકડ રૂપિયા ૮૦ હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા પાંચ આરોપીઓને કુકરમુંડા અને તાપી એલ.સી.બી.એ ઝડપી ચોરીમાં ગયેલા રોકડ રૂપિયા સહિત પકડાયેલા આરોપીઓ પાસેથી બાઈક સહિત કુલ રૂપિયા 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરાઈ છે. ગત તારીખ ૨૨મી ડીસેમ્બર નારોજ કુકરમુંડા તાલુકાનાં ફુલવાડી ગામની સુગર ફેકટરી પાછળ આવેલ કાચા રસ્તા પાસે અનીલભાઇ શ્રીચંદ માખીજા રહે નંદુરબાર(મહારાષ્ટ) વાળા ઉભા રહી સાઈડમાં જતા કોઇ અજાણ્યા ઇસમો ફરીયાદી પાસેના ઇલેકટ્રીકલ સર-સામાનના ઉધરાણીના રૂપિયા આશરે ૮૦ હજાર કે, જે એક કાપડની બેગમાં મોટર સાયકલ ઉપર ભરાવેલ હતી.
જે કાપડની બેગ લઇ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કુકરમુંડા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન તારીખ ૨૪/૧૨/૨૦૨૪ ડીસેમ્બર નાંરોજ કુકરમુંડા પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ તાપીની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમા હતા જે દરમિયાન મળેલ બાતમીના આધારે કુકરમુંડાની આશ્રવા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં હતી. દરમિયાન પાકી બાતમીના બાઈક સવાર શખ્સને ઝડપી પાડી તેની પુછપરછ કરતા ચોરીના ગુન્હાને અંજામ આપનાર તેની સાથે બીજા ચાર આરોપીઓ હોવાની કુબુલાત કરી હતી.પોલીસ અન્ય આરોપીઓને પણ ઝડપી પાડી તેમની પાસેથી બે મોટર સાઈકલ તથા ચોરીને લઈ ગયેલ મુદ્દામાલની રોકડ રૂપીયા સહિત કુલ રૂપિયા ૨,૩૭,૧૫૦/-નો મુદ્દામાલ રીકવર કર્યા છે.
જયારે આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ જેમાં નિલેશભાઇ લક્ષ્મણભાઇ પાડવી (ઉ.વ.૧૯., રહે,કરજકુંપા, તા.જી.નંદુરબાર), અર્જુનભાઇ વસંતભાઇ ઠાકરે (ઉ.વ.૨૫., રહે.કરજકુંપા તા.જી.નંદુરબાર), દિલીપભાઇ ભરતભાઇ પાડવી (ઉ.વ.૪૩.,રહે.આદિવાસી વસ્તી નલવેગામ, તા.જી.નંદુરબાર), ઉમેશભાઇ ભદ્રેશભાઇ ગાવિત (ઉ.વ.૨૦., રહે,નલવેગામ, તા.જી.નંદુરબાર) અને મંગલ ઉર્ફે પિંટ્યા શંકરભાઇ વળવી (ઉ.વ.૨૭., રહે.નલવેગામ, તા.જી. નંદુરબાર) નાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500