Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં જળગાંવની સાડા પાંચ વર્ષની બહાદુર શિવાંગીને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો

  • January 27, 2022 

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દેશના 20 બાળકોને વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. જેમાં જળગાંવની શિવાંગી કાલેનો પણ સમાવેશ થાય છે. તેની માતાએ નૌકાદળમાં લેફ્ટન્ટ કમાન્ડર તરીકે દેશની સેવા કરી હતી જ્યારે તેની દીકરી શિવાંગીએ વીરતા પુરસ્કાર મેળવીને જળગાંવને દેશભરમાં પ્રખ્યાત કર્યું છે. શિવાંગીને એક ઓનલાઇન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે બાળશક્તિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ગત વર્ષે શિવાંગીએ તેની માતા અને નાની બહેનનો જીવ બચાવ્યો હતો. આ બહાદુરી દાખવવા બદલ તેને પુરસ્કાર મળ્યો છે. સાથે તેને 1 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવી છે. જેમાં 5મી જાન્યુઆરી-2021ના રોજ ઘરમાં શિવાંગી તેની નાની બહેન ઇશાન્વી અને તેની માતા ગુલબાક્ષી કાલે આ ત્રમેય જણ હતા.તે સમય દરમિયાન દીકરીને સ્નાન કરાવવા માતાએ બાથરૂમમાં હીટર ચાલુ કર્યું અને ઘર કામમાં પરોવાઇ જતા તે હીટરનું બટન બંધ કરતા ભૂલી ગઇ. ત્યારબાદ પાણી બરેલી ડોલ ઉપાડવા જતા ગુલબાણીને વીજળીનો ઝટકો લાગ્યો. તેની ચીસો સાંભળીને ઇશાન્વી અને શિવાંગી બાથરૂમ તરફ દોડી. ઇશાન્વી તેની માતા પાસે જવાની હતી કે તરત શિવાંગીએ તેને બાજુમાં ધકેલી દીધી. માતાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોવાનું સમજીને સાડા પાંચ વર્ષની શિવાંગીએ કોઇપણ વિલંબ કર્યા વિના ચતુરાઇથી પ્લાસ્ટિકની ખુરશી પર ઉભી રહી અને હીટર બંધ કર્યું. જો શિવાંગીએ દૂરંદેશી ન બતાવી હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત. આ બહાદુરી બદલ શિવાંગીને સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળશક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application