ઉત્તરપ્રદેશનાં મેરઠમાં કાંવડિયાઓનો કાફલો હાઈ ટેન્શન લાઈનના સંપર્કમાં આવી જતાં મોટો અકસ્માત સર્જાયો છે. હરિદ્વારથી કાંવડ લઈને આવેલા કાંવડિયાઓનો ડી.જે. હાઈ ટેન્શન લાઈન સાથે અથડાઈ ગયો હતો, જેના કારણે 5 કાંવડિયાઓ મોત થયા હતા. જયારે કરંટથી દાઝેલા કાંવડિયાઓની કુલ સંખ્યા લગભગ એક ડઝન જેટલી છે. મેરઠનાં ડીએમ દીપક મીનાએ મૃત્યુની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા કાંવડિયાઓએ ફોર્ટ રોડ બ્લોક કરી દીધો હતો અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમણે વીજળી અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મેરઠનાં રાલી ચૌહાણ ગામના કાંવડિયાઓ શનિવારે સાંજે લગભગ 8 વાગે કાંવડ સાથે ગામમાં પહોંચ્યા હતા. ડી.જે.નાં ધામધૂમ વચ્ચે કાંવડ ગામમાં પ્રવેશતાની સાથે જ રોડ કિનારે લટકતી હાઈ ટેન્શન લાઈન ડીજે સાથે અથડાઈ હતી અને ડીજે અને કાંવડમાંમાં હાઈ ટેન્શનનો કરંટ દોડ્યો હતો. કોઈ કંઈ સમજે તે પહેલા કાંવડિયાઓ એક પછી એક વ્યથામાં પડવા લાગ્યા. ચારેબાજુ બૂમો પડી રહી હતી. કોઈએ પાવર હાઉસને ફોન કરીને પાવર બંધ કરવાની વિનંતી કરી હતી. પરંતુ કોઈએ સાંભળ્યું ન હતું. કોઈક રીતે ગ્રામજનો તેમના વાહનો પર કાંવડિયાઓને લઈને હોસ્પિટલ દોડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application