માહિતી વિભાગ, સુરત : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અર્ધલશ્કરી દળોને સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમને શારીરિક રીતે સ્વસ્થ રહેવાનો સંદેશ આપવા અને તેમને જાગૃત કરવા આહ્વાન કર્યું છે. આરોગ્ય જાગૃતિના આ અભિયાનને ફિટ ઈન્ડિયા રન 4.0 નામ આપવામાં આવ્યું છે. આ સંદર્ભે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ- CISF યુનિટ KGPP કવાસના ડેપ્યુટી કમાન્ડન્ટના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ, મોરા ખાતે ફિટ ઈન્ડિયા રન યોજાઈ હતી. જેમાં CISFના અધિકારી-કર્મચારીઓએ 'સ્વસ્થ ભારત, સ્વસ્થ સમાજ'નો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, આદર્શ જીવનશૈલી અપનાવવા અને નિયમિતપણે વ્યાયામ કરવા સંકલ્પબદ્ધ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application