ઉત્તરપ્રદેશમાં સ્થાનિક એકોમની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કે 9 મંડળના 37 જિલ્લામાં 10 સ્થાનિક એકમો, 104 નગર પાલિકા કાઉન્સિલ અને 276 નગર પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આશરે 2.40 કરોડ મતદારો 7593 પદ માટે 44 હજારથી વધુ ઉમેદવારોના ભાગ્ય અંગે નિર્ણય કરશે.ગુરુવારે પ્રથમ તબક્કામાં, સહારનપુર, મુરાદાબાદ, આગ્રા, ઝાંસી, પ્રયાગરાજ, લખનૌ, દેવીપાટન, ગોરખપુર અને વારાણસી વિભાગના 37 જિલ્લાના 2.40 કરોડથી વધુ મતદારો તેમના મતનો ઉપયોગ કરી શકશે.
મતદાન કર્યા બાદ યોગીએ શું કહ્યું ?
સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરની કન્યા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. આ પછી તેમણે કહ્યું, "સિવિલ સિસ્ટમને સુંદર બનાવવા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. યાદ રાખો, મતદાન એ તમારો અધિકાર છે અને તમારી ફરજ પણ છે."
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500