Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળમાં મંકીપોક્સનાં લીધે પ્રથમ મોત નોંધાયું

  • August 02, 2022 

ભારતમાં મંકીપોક્સથી પ્રથમ મોતનો કેસ નોંધાયો છે. જેમાં કેરળનો શખ્સ શનિવારે મંકીપોક્સનાં લીધે મૃત્યુ પામ્યો હતો. કેરળનાં આરોગ્યમંત્રીએ આ માહિતી આપી હતી. મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ યુવાન હતો અને તે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)થી પરત આવ્યો હતો.




મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, આ દર્દી યુવાન હતો અને તેને અન્ય કોઈ રોગ ન હતો તથા આરોગ્ય સંલગ્ન તકલીફ ન હતી. આરોગ્ય વિભાગ મૃત્યુના કારણોની તપાસ કરી રહ્યો છે. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે, આ યુવક યુએઈમાં હતો ત્યારે જ તે મંકીપોક્સથી ચેપગ્રસ્ત થયો હોવાની વાતને સમર્થન મળ્યું હતું.




યુએઇમાં ગત તા.19 જુલાઈના રોજ તેના નમૂના લેવાયા હતા અને તા.21 જુલાઈએ તે ભારત પરત ફર્યો હતો. તેના પછી તા.27 જુલાઈએ તેને ત્રિશૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના સેમ્પલની તપાસ માટે પૂણે સ્થિત નેશનલ ઇન્સેટ્કિસાઇડ્સ સાયન્સ ઇન્સ્ટિટયુટ (એનઆઇવી) ખાતે મોકલવામાં આવ્યા હતા. સોમવારે તેના નમૂનાની ચકાસણીમાં પણ તે ચેપગ્રસ્ત હોવાની વાતને સમર્થન મળ્યું હતું.




સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત તા.30 જુલાઈનાં રોજ જણાવવામાં આવ્યું હતું કે, યુએઇ માટે લેવામાં આવેલા તેના નમૂનામાં ચેપ હોવાની વાતને સમર્થન મળ્યું હતું. આ યુવાનનું મોત તા.30 જુલાઈએ થયું હતું. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ યુવાનની મોતના કારણોને શોધશે. તેઓ તે પણ શોધશે કે ગત તા.21 જુલાઈએ પરત આવ્યા પછી મંકીપોક્સની ખબર હોવા છતાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આટલો વિલંબ થયો.




જોકે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશમાં મન્કી પોક્સની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે, જેથી તે આ પ્રકાના ફેલાવા ચાંપતી નજર  રાખે. આ ઉપરાંત દેશમાં ઉપલબ્ધ નિદાન કેન્દ્રોને પણ માર્ગદર્શન પૂરુ પાડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application